ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. સતત પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. ડેમની સપાટી વધીને 133.06 મીટર પર પહોંચી છે. જેને લઇ હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ઉપરવાસમાંથી 2 લાખ 29 હજાર 656 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 133.06 મીટરે પહોંચી ગઇ છે. જેને લઇ હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ 20 હજાર 432 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી પાણીની આવક થતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. કેવડિયાનો ગોરા બ્રિજ પણ છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને ગોરા બ્રિજ પરથી વાહન વ્યવહાર 6 દિવસથી બંધ કરી દેવાય છે. હાલ RBPHના 6 અને CHPH 3 ટર્બાઇનો કાર્યરત કરી દેવાયા છે જેનાથી પાવર હાઉસથી 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. સરદાર સરોવરની જળ સપાટી 133.06 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે કેવડિયા ખાતે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ડેમને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ જરૂરી નથી. તેમજ ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર સુધી પાણી ભરવામાં આવશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -