કોરોના વાયરસ સામે દેશમાં જલ્દી વેક્સીન આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ વાતની આશા વ્યક્ત કરી ચૂક્યા છે. વેક્સીન તૈયાર થયા પછી સામાન્ય લોકો સુધી તેને પહોંચાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સિનના મામલા સાથે જોડાયેલા એકસપર્ટ કહે છે કે ભારતમાં આગામી 6 થી 8 મહિનામાં 60 કરોડ લોકો સુધી વેક્સીન પહોંચાડવા માટે વ્યવસ્થા પણ તૈયાર કરી દેવામાં આવી છે.
હાલ ભારતમાં ત્રણ વેક્સીન ઇમરજન્સીની સ્થિતિમાં આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બીજીબાજુ પ્રધાનમંત્રીના સલાહકારની ટીમમાં સામેલ વીકે પોલના જણાવ્યા મુજબ, સરકારે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ તૈયાર કરી છે. તેમણે ચાર વેક્સીનનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે કહ્યું કે જ્યાં સુધી હું જોવું છું ચાર વેક્સીન છે. જેમાં સીરમ, ભારત બાયોટેડ, ઝાયડસ, અને સ્પૂતનિકને સામાન્ય કોલ્ડ ચેઈનને જરૂર છે. મને આ વેક્સીનમાં કોઈ પરેશાની જોવા મળતી નથી. વીકે પોલના જણાવ્યા મુજબ, સૌથી પહેલું કામ જીવ બચાવવાનું છે અને સરકાર 30 કરોડ લોકોને વેક્સીન લગાવવાની યોજના બનાવી રહી છે. જેમાં 26 કરોડ લોકો 50 વર્ષથી ઉપરના ઉંમરના હશે. 1 કરોડ લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના પણ ગંભીર બીમારીઓ સામે ઝઝુમી રહેલા લોકો હશે. 3 કરોડ લોકો ફ્રન્ટલાઇન વર્કર હશે.