ગુજરાતના ખેલાડી પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે પોતાના ટ્વિટર માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે. ગુજરાતના આ ક્રિકેટર તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે 24 જાન્યુઆરી 2018માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
ગુજરાતના ખેલાડી એવા પૂર્વ વિકેટકિપર બેટસમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 2002ના વર્ષમાં 17 વર્ષ અને 153 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કરીને પાર્થિવ પટેલ ટેસ્ટમાં સૌથી ઓછી ઉંમરનો વિકેટકીપર બની હયો હતો.
પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરનાર પાર્થિવ પટેલે 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીને તક મળતા ટીમમાંથી ધીમે ધીમે સ્થાન ગુમાવ્યુ.
તેણે નવેમ્બર 2004માં અમદાવાદમાં પોતાની પહેલી રણજી ટ્રોફી રમવાના બે વર્ષ અને બે મહિના પહેલા જ ટેસ્ટ ક્રિટેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 35 વર્ષના પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા માટે રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે.
મહિલા ક્રિકેટર – કોચ જીજ્ઞા ગજ્જરે પાઠવી શુભેચ્છા
ગુજરાતના મહિલા ક્રિકેટર અને કોચ જીજ્ઞા ગજ્જરે ગુજરાતના ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિ અંગે અમારી ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરી હતી. તેમણે પાર્થિવ પટેલની નિવૃત્તિના અહેવાલ અંગે વાત કરતા જણાવ્યું કે, તેમણે માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારતનું નામ ગૌરવથી વધાર્યુ છે. પાર્થિવ પટેલે પોતાની કારકિર્દી દરમિયાન આપેલા યોગદાન માટે ખરેખર ગુજરાત અને ભારતીય ક્રિકેટ જગત તેમનો આભારી રહેશે. જીજ્ઞા ગજ્જરે વધુમાં જણાવ્યું કે, તેઓને આગળના ભવિષ્ય અને બીજી ઈનિંગ માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.