અવાજ જો સારો હોય તો એ સાંભળવો સૌ કોઈને ગમે. જેમ વહેલી સવારે કોયલનો અવાજ સાંભળવો કોને ના ગમે..જી હાં અમે આજે તમને આજ વિષય પર વાત કરવાના છીએ. કે જેનો અવાજ આજે ના માત્ર ભારત પણ દુનિયાભરમાં પહોંચી ગયો છે. જોવા જઈએ તો ઘણા એવા કલાકારો છે જેમનો અવાજ સાંભળવા માટે આજે પણ લોકો દિવાના છે એ ગીતકાર હોય કે પછી કોઈ ફિલ્મ અભિનેતા.
પણ આજે અમે આપને જે કલાકાર વિષે વાત કરવાના છીએ તે એક વોઇસ ઓવર આર્ટિસ્ટ (ડબિંગ આર્ટિસ્ટ) છે. જે પોતાના અવાજના જાદુથી સૌ કોઈને રોમાંચ પુરુ પાડે છે. નાનપણમાં સૌ કોઈએ કાર્ટૂન તો જોયુ જ હોય અને તેમાં પણ કાર્ટૂનના કેટલાક કેરેક્ટર સૌ કોઈના દિલોમાં વસી જતા હોય છે.
ટીવી પર આવતા મોટાભાગના કાર્ટૂન હવે હિન્દીમાં જોવા મળે છે, કારણકે હવે તેને હિન્દીમાં ડબ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે તમારા પસંદગીના કાર્ટૂન કેરેક્ટર પાછળ કોણ અવાજ આપે છે? આવા જ એક આર્ટીસ્ટ વિષે આજે અમે તમને વાત કરવાના છીએ જેનું નામ છે રાજેશ કાવા. પ્રખ્યાત કાર્ટૂન શો ધ બેબ્લેડમાં રે, નિન્જા હટ્ટોરીમાં લિયો અને છોટાભીમમાં જગુ બંદરનો અવાજ ડબિંગ કરનાર રાજેશ કાવા પોતાની હિન્દી ડબિંગ માટે ખૂબ જ જાણીતા છે અને તેઓ આ કળામાં ખૂબ જ કુશળ છે.
41 વર્ષીય રાજેશ કાવા મૂળ ગુજરાતી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી તેઓ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમણે જાણીતા કાર્ટૂન કેરેક્ટર ઉપરાંત હોલીવુડ ફિલ્મ હેરીપોટર એન્ડ ધ ડેથલી હેલોઝમાં મુખ્ય કેરેક્ટર હેરીપોટર માટે હિન્દી માટે પોતાનો અવાજ આપ્યો હતો. આ ઉપરાંત રાજેશ કાવાએ ડેડપુલ, જેકી ચેનની ફિલ્મ કુંગ ફુ યોગા તેમજ એન્ટ મેનમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.
તેમણે તેલુગુ ફિલ્મોમાં પણ હિન્દી ડબિંગનું પણ કામ કર્યુ છે. રાજેશ કાવા પોતે હાલ કોરોના જેવી મહામારી વચ્ચે પણ લોકડાઉનના સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહ્યા હતા.
આ દરમિયાન તેમણે વિવિધ પ્રોગ્રામ મારફતે યુવાનોને કે જેમનામાં અલગ અલગ અવાજ કાઢવાની કળા છે તેમને પ્રોત્સાહિત કરી આગળ લાવવા પ્રયાસ કર્યો. રાજેશ કાવાની યુ ટ્યુબ ચેનલ પણ છે જ્યાં તેઓ પોતાના વિવિધ પ્રોજેક્ટો અંગે તેમજ કામગીરીને લઈ માહિતી શેર કરતા હોય છે. આ ઉપરાંત તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ અપડેટ રહેતા હોય છે.
https://www.instagram.com/p/CEGL2-9FQ9b/?utm_source=ig_web_copy_link
https://www.youtube.com/channel/UC-ZghngHeBj7uci-w-6JNkg