ચીને એક એવું હાઇપરસોનિક જેટ એન્જીન તૈયાર કરવાનો દાવો કર્યો છે કે જે અવાજની ઝડપથી 16 ગણી વધુ ઝડપે ઉડી શકે છે. આ દાવા મુજબ, જો આ જેટ એન્જીન કોઈપણ વિમાનમાં ફિટ કરવામાં આવે તો તે દુનિયાના કોઈપણ ખૂણામાં 2 કલાકમાં પહોંચવા માટે સક્ષમ થઇ જાય છે. જણાવી દઈએ કે અવાજની ઝડપ 1234.8 કિમિ પ્રતિ કલાકની હોય છે.
દક્ષિણ ચીન મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ મુજબ, ચીને આ નવા જેટ એન્જીનને સોડ્રમજેટ નામ આપ્યું છે. બીજિંગની એક ટનલમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમ્યાન જેટ એન્જીન ટનલમાં મેળવી શકનાર મહત્તમ ઝડપ પામી શક્યું હતું.
આ અંગે રિસર્ચર્સનું એ પણ કહેવું છે કે પરંપરાગત રનવે પરથી ઉડનાર વિમાનોમાં પણ આ એન્જીન લગાવી શકાય છે. ઉડાણ ભર્યા બાદ આ વિમાન એક ખાસ એરોબિકમાં પહોંચશે અને ફરીથી લેન્ડિંગ સમયે ધરતીના વાતાવરણમાં આવી જશે. રિસર્ચર્સનું એ પણ કહેવું છે કે નવી ટેક્નોલોજીની સમીક્ષા પણ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આ એન્જીનમાં ઇંધણ માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીસના પ્રોફેસર જિઆંગ જોંગલિન આ એન્જીન તૈયાર કરનાર ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.