બહરીન જી.પી. માં એક એવો અકસ્માત થયો કે જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. સાખીરના આંતરરાષ્ટ્રીય સર્કિટ પર કાર રેસિંગ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. કાર રેસ દરમિયાન પૂર ઝડપે એક કાર બેરિયર સાથે ટકરાઈ હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં કારના બે ટુકડા થઈ ગયા હતા અને આગ લાગી ગઈ હતી. પરંતુ સદનસીબે ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ, હાસ ટીમના ડ્રાઈવર રોમેન ગ્રોસિયનની કાર શરૂઆતના લેપમાં બેરિયર સાથે ટકરાઈ હતી.
ત્યારબાદ અકસ્માતમાં કારના બે ટુકડા થઈ ગયા હતા અને આગ લાગી હતી. અકસ્માત બાદ સેફ્ટી સિસ્ટમ અને ફાયર સેફ્ટી કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રોમેનને સલામત રીતે બહાર કાઢ્યો હતો. જો કે, અકસ્માતમાં તેના હાથ દાઝી ગયો હતો. જેથી તાત્કાલિક ધોરણે તેને બહરીનની ડિફેન્સ ફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
https://twitter.com/UNBMotorsports/status/1333058432803467265?s=20
To think he only came out with minor burns and potential broken ribs😱😬 #f1 #Formula1 #BahrainGP pic.twitter.com/g8iCqfK1YS
— Alex (@AlexTutill_98) November 29, 2020