રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવાની પરિસ્થિતિને એક સપ્તાહ જેટલો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ, અમદાવાદ વડોદરા અને સુરત ચાર મહાનગરોમાં કરફ્યુ ભંગના હજારોની સંખ્યામાં ગુના નોંધાયા છે. તો બીજી તરફ રાત્રી કર્ફ્યુનો ભંગ કરનાર કેટલાક નબીરાઓને પોલીસે મેથીપાક ચખાડયા હોવાની વાત પણ સામે આવી રહી છે.
ત્યારે રાજકોટમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસની સામે ખુદ પતિએ જ પત્નીને લાફો ઝીંકી દીધો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા માસ્કને લઈને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શહેરનાં ત્રિકોણબાગ નજીક પત્નીએ માસ્ક ન પહેર્યું હોવાને કારણે પોલીસે એક દંપતિને અટકાવ્યા હતા. જેને લઈ પત્નીએ માસ્ક ખોવાઈ ગયો હોવાનું બહાનું બનાવ્યું હતું. દરમિયાન પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને પોલીસની હાજરીમાં ફડાકો મારી દીધો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
https://twitter.com/TheSquirrelin/status/1332980130776371201?s=20