ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્સ્યોરન્સ કંપની એચડીએફસી અર્ગો અને નેશનલ સિક્યુટિરીટીઝ ડિપોઝીટરી લિમીટેડ (એનએસડીએલ)ની પેટાકંપની એનએસડીએલ પેમેન્ટ્સ બેન્ક લિમીટેડે બેન્કના ગ્રાહકોને જનરલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સની સમગ્ર રેન્જ ઓફર કરવા માટે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો હેતુ એનએસડીએલ પેમેન્ટ્સ બેન્કના ઊંડી વિતરણ નેટવર્ક અને એચડીએફસી અર્ગોની મજબૂત સંશોધન પાઇપલાઇનને એકસાથે લાવવાનો છે જેથી દેશમાં નાણાંકીય સમાવેશીતા તરફે યોગદાન આપી શકાય.
ભારતમાં હજુ પણ વીમાનો લાભ લેનારાઓની સંખ્યા ઓછી છે, પરંતુ પ્રવર્તમાન મહામારીએ ખાસ કરીને આરોગ્ય વીમામાં તેની જરૂરિયાતને વેગ આપ્યો છે. આ ભાગીદારી એનએસડીએલ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકોને એક જ છત્ર હેઠળ વ્યાપક રક્ષણ ઉકેલ પૂરો પાડશે અને સંપૂર્ણ નાણાંકીય સલામતીની ખાતરી કરશે, તે રીતે તેમના ગ્રાહકો માટે એક આશિર્વાદસમાન બનાવશે. તેમજ ગ્રાહકો એનએસડીએલ પેમેન્ટ બેન્ક અને એચડીએફસી અર્ગો દ્વારા ઓફર કરવામાં આવતી અદ્યતન ડીજીટલ ક્ષમતાઓના લાભો સેલ્ફ-સર્વિસ અને સહાયક ચેનલ્સ મારફતે મેળવી શકશે અને તે રીતે તમામ પ્રકારની બેન્કિંગ અને નાણાંકીય સેવાઓ માટે વન સ્ટોપ શોપની રચના કરશે.
એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સના બેન્કએશ્યોરન્સના પ્રેસિડન્ટ શ્રી અંકુર બાહોરેએ જણાવ્યું હતુ કે, “અમે એનએસડીએલ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાણ કરતા અને તેમના ગ્રાહકોને આરોગ્ય વીમા કવર્સની વિશાળ શ્રેણી મેળવવામાં મદદ કરતા ખુશી અનુભવીએ છીએ. અંતરાયમુક્ત ડિજીટલ સેલ્સ પ્લેટફોર્મ બેન્કના ગ્રાહકોને સરળ ખરીદી અનુભવ પૂરો પાડશે તેનો અમને આત્મવિશ્વાસ છે. આ ભાગીદારી મારફતે એચડીએફસી અર્ગો ગ્રાહકો સુધી પહોંચવાની અને અમારી પ્રોડક્ટ્સને સમાજના દરેક શક્ય સમુદાયને ઉપલબ્ધ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી એક વખત વેગ આપે છે.”
આ ભાગીદારી પર બોલતા એનએસડીએલ પેમેન્ટ્સ બેન્કના સીઇઓ શ્રી આશુતોષ સિંઘે જણાવ્યું હતુ કે, “જે તે વ્યક્તિના આરોગ્યમાં રોકાણ કરવું તે હંમેશા અગત્યનુ છે પરંતુ છેલ્લા 6 મહિનામાં આ પ્રતીતી ઘણી વ્યાપક બની છે. એચડીએફસી અર્ગો સાથેની અમારી ભાગીદારી અમને ઉમદા આરોગ્ય અને સંપત્તિ પ્લાન્સની અગત્યતા પર ભાર મુકવાની સાથે અમારા ગ્રાહકો માટે એક વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરવાની દિશામાં આગળ વધવામાં સહાય કરશે. વધુમાં અમારો 75% વર્ગ 30 વર્ષથી નીચેનો હોવાથી અમે તેમને નાની ઉમરે જ યોગ્ય ફાળવણી વ્યૂહરચના રજૂ કરતા ખુશ છીએ. તે હેતુસર અમારી એચડીએફસી અર્ગો સાથેની ભાગીદારી અનેકગણું મહત્ત્વ ધરાવે છે અને અમારા ગ્રાહકોને સંપૂર્ણ ઉકેલો ઓફર કરવા માટેની અમારી સતત યાત્રામાં એક અગત્યની સિદ્ધિ છે.’
આ ભાગીદારી વધુમાં એચડીએફસી અર્ગોને એનએસડીએલ પેમેન્ટ્સ બેન્કના વ્યાપક ગ્રાહક વર્ગ મારફતે લોકો સુધી વીમા અંગેની સતર્કતા પેદા કરવામાં મદદ કરશે. ડિજીટલ-ફર્સ્ટ પેમેન્ટ બેન્ક એનએસડીએલ પેમેન્ટ્સ બેન્ક તેની મોબાઇલ બેન્કિંગ એપ્લીકેશન એનએસડીએસલ જિફ્ફી મારફતે પોસાય તેવા અને જરૂરિયાત અનુસારના વીમા ઉકેલો ઓફર કરશે.