દેશભરમાં કોરોનાનો કહેર હાલ યથાવત છે. તો કોરાના વાયરસ સામે વેક્સીન બનાવવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ઝમબર્ગના પોતાના સમકક્ષ ઝેવિયર બેટલના વેક્સીન લઇ જવા માટે સ્પેશ્યલ રેફ્રિજિરેટેડ ટ્રાન્સપોટેશન પ્લાન્ટ લગાવવાના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો છે. એક અગ્રણી સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે આ ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવાની યોજના છે.
દિલ્હી અને અમદાવાદ સ્થિત આધિકારિક સૂત્રોના મતે લક્ઝમબર્ગ ફર્મ બી મેડિકલ સિસ્ટમ્સ સોલર વેક્સીન રેફ્રિજરેટર, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિત એક વેક્સીન કોલ્ડ ચેઈન સ્થાપિત કરવા માટે આગામી સપ્તાહે એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુજરાત મોકલી રહી છે. એક પૂર્ણ પ્લાન્ટની સ્થાપના માટે લગભગ બે વર્ષની આવશ્યકતા હશે.
કંપનીએ લક્ઝમબર્ગથી બોક્સ અને સ્ત્રોત ઘરેલું બજારથી સર્વશ્રેષ્ઠ સામગ્રી પ્રાપ્ત કરીને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, પરિવહન બોક્સ શૂન્યથી નીચે ચાર ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી વચ્ચે વેક્સીન ડિલિવરી કરવામાં સક્ષમ હશે. જ્યારે લક્ઝમબર્ગ સ્થિત કંપની પાસે શૂન્યથી 80 ડિગ્રી નીચે વેક્સીન પરિવહન કરવાની પણ ટેકનિક છે.