સ્વીડનના લોકો ત્યારે સૌથી વધારે હૈરાન થઈ ગયા, જ્યારે ત્યાંનું આકાશ કાળા રંગના બદલે અચાનક રિંગણી કલરનું થઈ ગયું. સ્વીડનના દક્ષિણી કટ પર ટ્રેલીબોર્ગમાં રાતે આકાશ જાંબલી એટલે કે પર્પલ કલરનું થઈ જાય છે. થોડા દિવસ તો લોકો તેને જોઈને પરેશાન થઈ ગયા હતા. બાદમાં તેમણે ખબર પડી કે, કારણ કંઈક જુદૂ જ છે. હકીકતમાં એવુ છે કે, નજીકમાં આવેલા એક ટામેટાના ફાર્મમાં એનર્જી-એફીશંટ લાઈટીંગ સિસ્ટમ લગાવેલી છે. જેની અસર અહીં સુધી આવે છે, તેના કારણે આકાશ જાંબલી કલરનું દેખાય છે.
ટ્રેલીબોર્ગથી 10 મિનિટના અંતરે ગિસ્લોવમાં ટામેટાના ફાર્મ ઓપરેટરોએ એનર્જી-સેવિંગ LED લાઈટ સિસ્ટમ લગાવી છે, જેનો રંગ જાંબલી કલરનો છે. માનવામાં આવે છે કે, છોડ પર આ રોશની પડતા પાક સારો ઉતરે છે. આ પ્રકાશ એટલો બધો વધુ પ્રમાણમાં ફેલાતો હતો કે, લોકોએ પણ ફરિયાદ કરવી પડી હતી.
6 નવેમ્બરે ઓપરેટરોએ 5થી 11 વાગ્યાની વચ્ચે લાઈટ બંધ કરવાનું શરૂ કર્યુ હતું. જો કે, ટ્રેલીબોર્ગના પર્યાવરણ સંરક્ષક માઈકલ નોરેને કહ્યુ હતું કે, લોકોને પરેશાની ન થાય એટલા માટે બીજા એક્શન પ્લાન પણ બનાવ્યા છે.
ટામેટાના ફાર્મ માલિક આલ્ફ્રેડ પેડરસન એન્ડ સને નિવેદન પણ જાહેર કર્યુ છે. જેમાં કહેવાયુ છે કે, સાંજના સમયે ટામેટાની ખેતી બંધ કરી દેવામાં આવશે. તેનાથી તેમને નુકસાન તો થશે, પણ વિજળી બચાવવા માટે આવુ કરવામા આવ્યુ છે. લોકોને ગુસ્સે કરવા માટે નહીં.