મદ્રાસ હાઈકોર્ટના મદુરાઇની ખંડપીઠે હાલમાંજ સેક્સુઅલ જાહેરાતો જેનો ઉદેશ કંડોમ અને કામોત્તેજક વસ્તુઓની જાહેરાતોની સાથે જોડાયેલો છે. તેના પ્રસારણ વિરુદ્ધ એક વચગાળાનો આદેશ જારી કરવામાં આવ્યો અને તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આવી સામગ્રી સંપૂર્ણ રીતે અશ્લીલ પ્રકૃતિની છે.
આઈપીસીના ટ્રાન્સમિશન સામે વચગાળાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આવી સામગ્રી અશ્લીલ પ્રકૃતિની છે. બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ જસ્ટિસ એન. કિરૂબાકરન અને બી.સી. પુગાલેન્ધીની ખંડપીઠે દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશમાં ‘બાળકો અને મહિલાઓના હિતોનું રક્ષણ’ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજી દાખલ કરનાર કેએસ સાગાદેવરાએ આ જાતીય (સેક્સ્યુઅલ) જાહેરાતોનું પ્રસારણ અટકાવવા માટે જનહિત અરજી એટલે કે પીઆઈએલ દાખલ કરી હતી આ મામલે જજોની ખંડપીઠે જણાવ્યું કે ટેલિવિઝન પર આવી જાહેરાતો વ્યાપક રૂપે બતાવવામાં આવતી હોવા અંગે પણ અસહમતિ દર્શાવી હતી.
કોર્ટે જણાવ્યું કે, કોન્ડોમ અને કામોત્તેજક, આંતરવસ્ત્રો વેચવાના નામ પર ચલાવવામાં આવીત જાહેરાતો કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ નિયમ, 1994 ના નિયમ 7 (1) નું ઉલ્લંઘન કરી રહી છે. તેમજ ખંડપીઠે જણાવ્યું કે, આ અત્યંત હેરાન કરવાવાળી વાત છે કે રાત્રીના 10 વાગ્યાની આસપાસ તમામ ટીવી ચેનલ કંઈકને કંઈક આવી જાહેરાતો પ્રસારિત કરે છે, જે કોન્ડમના વેચાણને પ્રોત્સાહન આપવા માટે અશ્લીલતા પ્રદર્શિત કરે છે.