ભારતમાં ભ્રષ્ટાચાર નામક ‘મહામારી’ કેટલાય વર્ષોથી કહેર વર્તાવી રહી છે અને તેની કોઈ જ ‘વેક્સિન’ એટલે કે ઈલાજ પણ નથી મળી રહ્યો. ત્યારે ભારતને એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશનું ન મળવા જેવુ બિરુદ મળી ગયુ છે. ભ્રષ્ટાચારનો વૈશ્વિક અભ્યાસ કરતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ધ ગ્લોબલ કરપ્શન બેરોમિટર-એશિયા, નામનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટમાં ભારતમાં ભ્રષ્ટાચારને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભ્રષ્ટાચારને લગતી એક રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે એશિયામાં સૌથી વધારે ભ્રષ્ટાચારી લોકો ભારતમાં છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં લાંચ 39 % છે. 37 ટકા લોકો માની રહ્યા છે કે છેલ્લા 12 મહિનામાં જ ભ્રષ્ટાચાર વધ્યો છે જ્યારે 63 ટકા લોકો માની રહ્યા છે કે સરકાર ભ્રષ્ટાચાર રોકવા માટે સારા પગલા ભરી રહી છે.
સર્વે અનુસાર એશિયામાં ભારતમાં સૌથી વધારે લાંચ રુશ્વત આપવામાં આવે છે. ભારતમાં લાંચની દર 39 ટકા છે અને સર્વેમાં સામલે 46 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે જાહેર સેવાનો લાભ લેવા માટે વ્યક્તિગત કનેક્શનનો ઉપયોગ કર્યો છે. 50 ટકા લોકોએ પાસે કામ કરવાના બદલે રુશ્વત માંગવામાં આવી જ્યારે 32 ટકા લોકોએ કહ્યું કે વ્યક્તિગત સંબંધોના દમ પર જ સેવા મેળવી શકાય છે બાકી નહીં.