કોરોના વાયરસની મહામારીની વચ્ચે ડિરોક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ભારતમાં શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ઉડાનોની આવનજાવન પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત ચાલનારી ફ્લાઈટો યથાવત રહેશે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ હતો. જોકે તેને લંબાવી દેવામાં આવ્યો છે.
ડીજીસીએના આદેશ અનુસાર હાલ કોરોના મહામારી વચ્ચે ફક્ત સિલેક્ટેડ વિમાનોની અવરજવરની પરવાનગી છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોનાની મહામારીને કારણે 2 મહિનાના વિરામ બાદ 25 મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ફરી શરુ કરવામાં આવી હતી.
આ બાદ વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓને પાછા લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું હતુ અને અનેક દેશોની સાથે એર બબલ કરાર કરવામાં આવ્યા હતા. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ -19 ડોમેસ્ટિક ફ્લાઈટના મોટા ભાગના 60 ટકા સંચાલનની પરવાનગી છે.