દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો તેની સંપૂર્ણ રીતે શોધ કરી શક્યા નથી. સતત અનેક પ્રકારના રિસર્ચ કોરોના વાયરસના સંક્રમણ પર થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સુપર સ્પ્રેડરની મદદથી ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે.
આ લોકો પોતાના ડ્રોપ્લેટ્સની મદદથી અનેક લોકોને સંક્રમિત કરે છે. શોધના આધારે જાણવા મળ્યું છે કે સંક્રમિત લોકોની દાંતની સંખ્યા, મોઢામાં લાળનું પ્રમાણ અને અલગ અલગ રીતે છીંક ખાવાની રીત જણાવે છે કે તેમના ડ્રોપ્લેટ્સ હવામાં કેટલા દૂર સુધી જશે અને અન્ય લોકોને સંક્રમણનો ખતરો કેટલો રહેશે.
તેમનું કહેવું છે કે જેમનું નાક સાફ નથી અને જેમના દાંત પૂરા હોય છે તેમના મોઢામાંથી ડ્રોપ્લેટ્સ નીકળે છે જેનાથી સંક્રમણનો ખતરો વધારે રહે છે. તેમનું કહેવું છે કે દાંત છીંકને વધારે છે. એવામાં તેમનામાંથી નીકળતા ડ્રોપ્લેટ્સ પણ વધારે દૂર સુધી જાય છે. સંશોધનકર્તાઓએ એ પણ જણાવ્યું કે, આવા 60 ટકા લોકો સુધી વધારે ખતરનાક ડ્રોપ્લેટ્સ ઉત્પન્ન થતા હોવાનું જાણવા મળ્યું છે.