કોરોના મહામારીથી પ્રભાવિત દુનિયાભરના દેશો કોવેક્સીનની રાહ જોઇ રહ્યા છે, એવામાં રશિયાએ દાવો કર્યો હતો કે, તેની કોવેક્સીન Sputnik V બીજા પરીક્ષણ મુજબ 95 ટકા કારગર સાબિત થઇ રહી છે. રશિયન કોવેક્સીન ડેવલેપર્સે આ અંગેની માહિતી આપી હતી. રશિયાના સ્વાસ્થ મંત્રાલય દ્વારા અપાયેલા નિવેદન મુજબ કોવેક્સીનનું અસરકારક પ્રમાણ 42 દિવસના અભ્યાસ બાદ મળેલા પરિણામોને આધારિત હતું.
રશિયાએ તેની કોવેક્સીનની કિંમતને લઇને પણ મહત્વના ખુલાસા કર્યા હતા. તેની જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે અન્ય કોવેક્સીનની સરખામણીએ Sputnik Vની કિંમત ઓછી રહેશે. રશિયન કોવેક્સીનના બે શોટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ વ્યક્તિ 20 ડોલરથી ઓછી રહેશે. તેના એક શોટની કિંમત 10 ડોલરથી ઓછી રહેશે.