વિદેશી પશુ-પક્ષી પાળવા કે રાખનારાઓ માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશી પશુ-પક્ષી રાખનારો જો ડિસેમ્બર 2020 સુધીમાં જાણકારી સાર્વજનિક કરી દે છે તો તેમની વિરુદ્ધ કોઈ કેસ નહીં ચલાવવામાં આવે.
આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના એ શાસન આદેશ પર મહોર મારી દીધી છે જેમાં વિદેશી પશુ અને પક્ષીઓને રાખનારા કે તેમના માલિકોને અભિયોજનથી સંરક્ષણ આપવાની વાત છે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તેઓ સામાન્ય માફી યોજનામાં ખુલાસો કરે છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોનો બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટના એ આદેશને બરકરાર રાખ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે એ લોકોની વિરુદ્ધ કેસ નહીં ચલાવી શકાય જેઓએ સામાન્ય માફી યોજના હેઠળ જૂનથી ડિસેમ્બરની વચ્ચે વિદેશી વન્યજીવ પ્રજાતિઓના અધિગ્રહણ કે કબજાનો ખુલાસો કરી દે છે.