રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. સુરતમાં ફરી એકવાર આગકાંડ સર્જાયો છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર વિભાગની 5થી વધુ ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ 16 દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવુ લાગે છે. જોકે, સર્વર રૂમમાં લાગેલી આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. જેને લઈ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
https://twitter.com/TheSquirrelin/status/1329015755556278273?s=20
જ્યારે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ બનાવના પગલે હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તબીબોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદની કોવિડ 19 તરીકે જાહેર કરાયેલ શ્રેય હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં 8 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હતા.