આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે.આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -