વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલા બાયડનની જીત પર પીએમ મોદી ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી ચૂક્યા છે. પીએમ મોદીએ પોતે આ જાણકારી ટ્વીટ કરી જણાવી હતી.
મંગળવારે મોડી રાતે 2 ટ્વીટ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમણે નવા પસંદગી પામેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે, અમેરિકાના નવા પસંદગી પામેલા રાષ્ટ્રપતિ જો બાયડનને ફોન પર અભિનંદન પાઠવ્યા છે. મે ભારત- અમેરિકાની વચ્ચેની રણનીતિ ભાગેદારીને લઈને દ્રઢ પ્રતિબદ્ધતા વાગોળી હતી.
આ ઉપરાંત કોરોના મહામારી, ક્લાઈમેટ ચેન્જ અને ઈન્ડો પેસિફિક ક્ષેત્ર જેવા ભાગીદારીની પ્રાથમિક્તાઓ અને ચિંતાઓ પર પણ ચર્ચા કરી. આ ઉપરાંત પીએમ મોદીએ કમલા હેરિસને પણ ફોન પર શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કમલા હેરિસની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા ટ્વીટ કરી જણાવ્યું કે, મે નવા નિયુક્તિ પામેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમની સફળતા જીવંત ભારતીય અમેરિકન સમુદાયોના સભ્યો માટે બહુ ગર્વ અને પ્રેરણાનો વિષય છે. જે ભારત- અમેરિકાના સંબંધો માટે એક જબરજસ્ત સ્ત્રોત છે. આપને જણાવી દઈએ કે, 3 નવેમ્બરે થયેલા અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડનને 306 વોટ થાય જીત મેળવી હતી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 232 વોટ મળ્યા હતા. જોકે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. તેઓ રટણ કરી રહ્યા છે કે આ ચૂંટણી તેઓ જીત્યા છે. તેમણે કેટલાક રાજ્યોમાં ચૂંટણાના પરિણામોને પડકાર ફેંક્યો છે.