દિવાળી પર્વ પર ફટાકડા ફોડવાની સાથે સાથે દીવડા પ્રગટાવવાનું તેમજ ઘરને સુશોભિત કરવાનું પણ ખૂબ જ મહત્વ રહેલુ છે. દિવાળીના તહેવારની શરુઆતથી જ મહિલાઓ ઘર આંગણે નીતનવી રંગોળી બનાવી સુશોભીત કરે છે. ત્યારે એવી જ એક અદભુત રંગોળી અમદાવાદની ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીએ બનાવી છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા તેજસ ભાવસારની પુત્રી તીથિ ભાવસાર દર વર્ષે પોતાના ઘર આંગણે દિવાળી પર્વ પર રંગોળી બનાવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ તીથિએ પોતાના ઘરે દિવાળીના તહેવારને લઈ સુંદર રંગોળી તૈયાર કરી હતી. તેણે તૈયાર કરેલી રંગોળીમાં એક મહિલા પોતાના હાથમાં દીવો લઈને બેઠેલી નજરે પડે છે.
જ્યારે તેની એકબાજુમાં રાષ્ટ્રીય પક્ષી મોર કળા કરતો જોવા મળે છે. આ અદ્ભૂત રંગોળીની તસવીર હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે.
https://www.instagram.com/p/CHlU3w0rKaN/?utm_source=ig_web_copy_link
સાથે જ તીથિએ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી દ્વારા આયોજિત રંગોળી મેકિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો છે અને તેની આ રંગોળીને પીડીપીયુફેસ્ટ2020 ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવી છે જેને વધુમાં વધુ લોકો લાઈક્સ કરી રહ્યા છે. તીથિનું કહેવું છે કે તેને આ રંગોળી તૈયાર કરતા ઓછામાં ઓછા 6થી 7 કલાકનો સમય લાગ્યો.