દેશમાં શનિવારે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. દિવાળીના પ્રસંગે લોકોએ ઘરોમાં દીવડા પ્રગટાવ્યા અને પોતાના ઘરોને રોશન કરી હતી. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. ત્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓએ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સમુદાયના લોકોએ પૂરા જોશની સાથે ફટાકડા ફોડી દિવાળી ઉજવી અને દીવડા પ્રગટાવ્યા. આ ખાસ પ્રસંગે પાકિસ્તાનના કરાચીમાં આવેલ સ્વામીનારાયણ મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું. અહીં રંગીન લાઇટ અને રંગોળીની સજાવટ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરમાં ખાસ શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા અને સૌ કોઈએ દિવાળીની ઉજવણી કરી હતી.
મહત્વનું છે કે, દિવાળીના તહેવારની પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ હિન્દુઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યુ કે, તમામ હિન્દુ નાગરીકોને હેપ્પી દિવાલી.