મિત્રતા માત્ર મનુષ્યો જ નિભાવતા હોય છે એવુ નથી હોતુ. ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પશુ અને પ્રાણીઓ પણ મિત્રતા નિભાવતા હોય.વ્યક્તિ જ્યારે મુસીબતમાં હોય ત્યારે તેને આ સમયમાં એક મિત્રની અચૂક જરુર પડતી હોય છે.
ત્યારે આવો જ એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા અને કુતરાની મિત્રતા કેવી છે એ જોવા મળે છે. વાયરલ થયેલ વિડિયોમાં જોઈ શકાય છે કે એક દિવ્યાંગ મહિલાને તેનો પાલતુ કુતરો કેવી રીતે સહારો આપી રહ્યો છે. 41 સેકન્ડના આ વિડિયોમાં બિમારીથી પીડાતી મહિલા તેના કુતરા સાથે જોવા મળી રહી છે જે કુતરાના ટેકાના સહારે ડગલા માંડી રહી છે. આ વિડિયોને હોપકિન્સ બીઆરએફસી નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ક્યારેક આપણે બધાને આપણા મિત્ર તરફથી નાનામાં નાની મદદની પણ જરુર પડતી હોય છે. આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.
https://twitter.com/HopkinsBRFC/status/1327542221185413120?s=20