કેન્દ્ર સરકાર તહેવારોની સીઝનમાં કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી રહી છે. ત્યારે રિટાયર્ડ PSU બેન્કર્સ માટે મોદી સરકાર તહેવારોના સમયગાળામાં મોટી ભેટ સમાન જાહેરાત કરી શકે છે, જે અંતર્ગત સરકારી બેન્કોના નિવૃત્ત કર્મચારીઓને OROP યોજનાનો લાભ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં આ પ્રકારની વન રેન્ક વન પેન્શન યોજના સૈન્ય કર્મીઓ માટે પહેલાથી અમલમાં છે. ત્યારે હવે નિવૃત્ત PSU બેન્કરો માટે કેન્દ્ર સરકાર પણ જલ્દીથી વન રેન્ક-વન પેન્શન યોજના OROP ની ઘોષણા કરી શકે છે. મહત્વનું છે કે નિવૃત્ત સૈન્ય દળના કર્મચારીઓએ આ પેન્શન યોજનાની માંગ કરી હતી. લાંબા સમય સુધી જે માંગણી પડતર હતી, તેનો અમલ વર્ષ 2015 માં મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો . મહત્વનું છે કે આ યોજના હેઠળ એક જ રેન્કના બે સૈનિકો, જે જુદા જુદા સમયે નિવૃત્ત થાય છે, કોઈપણ તારીખે કોણ નિવૃત્ત થશે તેની ધ્યાનમાં લીધા વિના તેમને સમાન પેન્શન આપવામાં આવશે.