ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની (Arnab Goswami) મુંબઇ પોલીસે ગત બુધવારે એટલે કે ચાર નવેમ્બરે સવારે તેમના ઘરે જઈને ઘરપકડ કરી હતી. ત્યારબાદ મુબંઈ હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આજે અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. બીજીબાજુ ટ્વિટર પર ભાગ ઠાકરે અર્નબ આયા હેશટેગ સાથે ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ટ્વિટર યુઝર્સ આ અંગે વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અર્નબ ગોસ્વામીની જે રીતે ધરપકડ કરવામાં આવી તેને લઈ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે.
I agree #भाग_ठाकरे_अर्नब_आया pic.twitter.com/ccdw84F4zn
— अखिलेश राजपूत 🇮🇳🚩 (@Akhileshrajput0) November 11, 2020
અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટના જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે બુધવારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું.
સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માંગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.