કેન્દ્ર સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ડિજિટલ મીડિયા પણ હવે ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય હસ્તક અને નિયંત્રણમાં રહેશે. ‘ફેક ન્યૂઝ’ને લઈને પત્રકારોની માન્યતા સમાપ્ત કરનારા વિવાદાસ્પદ આદેશ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે.
મંત્રાલયે આ માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે, જે મુજબ હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. સરકારે બુધવારે આદેશ જાહેર કરતા જણાવ્યું કે હવે ઓનલાઈન ફિલ્મો, ઓડિયો- વિઝ્યૂઅલ કાર્યક્રમો અને ઓનલાઈન સમાચાર અને કરન્ટ અફેયર્સના કન્ટેટ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયના હેઠળ આવશે.
મહત્વનું છેકે, દેશ ડિજિટલ થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ડિજિટલ પ્લેટ ફોર્મ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના હસ્તક કરવામાં આવ્યું છે. સરકારનો આ નિર્ણય તાત્કાલીક અસરથી લાગૂ કરવામાં આવ્યો છે. આદેશ મુજબ ઓનલાઈન વિષય વસ્તુ પ્રદાતાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફિલ્મ અને દ્રશ્ય શ્રવ્ય કાર્યક્રમ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર સમાચાર અને સમસામયિક વિષય વસ્તુ સૂચના મંત્રાલયોના આધિન રહેશે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, સરકારના આ નિર્ણયથી હવે આગામી સમયમાં વેબસિરીઝમાં દર્શાવવામાં આવતા આપત્તિજનક દ્રશ્યો બોલ્ડ સીન્સ પર કાતર ફરી શકે છે.