વડોદરાના બગલામુખી આશ્રમના પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાયની પાપ લીલાઓ બહાર આવી રહી છે અને ધોરણ 10ની વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારવાના વધુ એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બગલામુખી આશ્રમના ઢોંગીબાબા સાથે રાજકીય નેતાઓના પણ કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
કારણકે તેના આશ્રમમાં રાજકીય નેતાઓ પણ આવતા હોવાનો ખુલાસો થયો છે. કરજણ ભાજપના પૂર્વ ધારાસભ્યનું કનેક્શન સામે આવતા ખળભળાટ મચ્યો છે. સતિષ નિશાળિયા પ્રશાંતના આશ્રમમાં હવન કરાવતા હોવાની વાત સામે આવી છે, એટલું જ નહીં, આશ્રમમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટની પણ ચર્ચા ચાલી રહી છે. પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં કરજણના ભાજપના માજી ધારાસભ્ય સતીષ નિશાળિયા પણ જતા હતા. ઠગ પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થયા બાદ માજી ધારાસભ્યનો પાંખડીના દરબારમાં હાજરી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જોકે આ મામલે હજી સુધી વધુ કોઈ માહિતી સામે આવી નથી.