દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે નિયત મર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ લોકોએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે.
ગુજરાત સરકારના નિર્ણય મુજબ દિવાળીમાં આ વખતે જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય.જોકે લોકોના મનમાં એ પણ સવાલ છે કે જો જાહેરમાં ફટાકડા નહીં ફોડી શકાય તો ફટાકડા ક્યાં ફોડવા? ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, રાજ્યમાં ફટાકડા નિયત સમય મર્યાદામાં જ ફોડી શકાશે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. સાથે જ જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. ગેરકાયદે આયાત કરતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.