બોલીવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન છેલ્લા ઘણા સમયથી વિડિયોના માધ્યમથી પોતાના જીવનને લઈ કેટલીક વાતો કરી રહી છે. ત્યારે એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાને વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેને લઈ બોલીવુડ માટે તેમજ આમિરના પ્રશંસકો માટે ખૂબ જ શોકિંગ છે. તેણે વિડિયોમાં જણાવ્યું કે, તે 14 વર્ષની હતી ત્યારે તેનું શારીરીક શૌષણ થયુ હતું અને આ તેના જ પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
ઈરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલાં 10 મિનિટના એક વીડિયોમાં કહ્યું,’જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. તે આ સમયે થોડી અજીબ સ્થિતિમાં હતી.
મને નહોતી ખબર કે તે વ્યક્તિને જાણ છે કે તે શું કરી રહ્યો હતો, હું તેને જાણતી હતી, જોકે આવું દરરોજ નહોતું થતું. વિડિયોમાં તેણે પોતાના માતા-પિતાના તલાક અંગે પણ વાત કરી હતી. વિડિયોમાં તેણે વધુમાં શું જણાવ્યું જુઓ..
https://www.instagram.com/tv/CHCR9zfgB2K/?utm_source=ig_web_copy_link