ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આશરે 3 મહિના પછી પ્રથમ વખત એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી ઓછી થઈ છે. ત્યારે એવી પણ ચર્ચા શરુ થઈ ગઈ છે કે શું ભારતમાં હવે કોરોના ધીમો પડી ગયો છે? શું હવે ભારતમાં કોરોનાના કેસો ઘટતા જશે? આ અંગે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ લોકોને ચેતવ્યા છે અને ખાસ સાવધાની રાખવા જણાવ્યું છે. AIIMS ના ડિરેક્ટરએ લોકોને કહ્યું કે, ” જ્યાં સુધી એકદમ જરૂરી નથી ત્યાં સુધી બહાર ન જશો.
જો બહાર જવું જરૂરી છે તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અનુસરો અને સૂર્યપ્રકાશમાં બહાર નીકળો” તેમણે જણાવ્યું કે, જો દિવાળી પછી પણ કેસોમાં ઘટાડો યથાવત રહેશે તો એવુ કહી શકાય કે ભારતમાં કોરોના ધીમો પડ્યો છે. જોકે દિલ્હીની જેમ જો અન્ય જગ્યાઓ પર પણ કેસ વધવા લાગ્યા તો દેશમાં કોરોનાનો કહેર ફરી તેની ગતિ પકડી શકે છે. એઈમ્સના ડિરેક્ટરે ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળશે