ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગને લઈને અવાર નવાર અહેવાલ સામે આવતા હોય છે. પરંતુ આ વખતે ભારતીય હેકરે એવું કરી બતાવ્યું કે જેના કારણે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય સ્તરે તો ધજાગરા ઉડ્યા પરંતુ આ વાતને લઈ પાકિસ્તાન પણ ચિંતામાં છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનમાં જમ્મુ-કાશ્મીર મુદ્દાને લઈને ચાલી રહેલ ઓનલાઈન મિટિંગને જ હેક કરીને જય શ્રી રામના નારા લગાવ્યા.
મળતી માહિતી મુજબ, કાશ્મીરના મુદ્દે પાકિસ્તાની અધિકારી એક ઇન્ટરનેશનલ સેમિનાર/વેબિનાર કરી રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ સાઇટ ઝૂમ પર સેમિનાર ચાલી રહ્યો હતો. જોકે આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં કેટલાક લોકોએ ગીત વગાડવાનું શરૂ કરી દીધું. તે ભારતીય ગીત હતું જેમાં જયશ્રી રામના નારા સંભળાઈ રહ્યા હતા.
સેમિનારમાં સામેલ મહેમાનોને થોડા સમય સુધી લાગતું રહ્યું કે કાર્યક્રમનું સંચાલન કરી રહેલા ડો. વલીદ મલિક તરફથી ગીત વગાડવામાં આવી રહ્યું છે અને તેમને તે બંધ કરવા માટે કહેવામાં આવ્યું. જોકે જ્યારે જય શ્રીરામના નારા ગૂંજવા લાગ્યા તો તમામને સમજમાં આવ્યું કે આ કોઈ હેકર્સ દ્વારા કરાયું હોઈ શકે છે. હાલ સોશિયલ મીડિયામાં તેમજ ભારતમાં આ ઓનલાઈન મિટિંગનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
2 minutes of great patriotic songs. pic.twitter.com/cVV9niQYFe
— VarunReddy2002 (@reddy2002_varun) October 28, 2020