ભારતમાં પૂર ઝડપે ફેલાઈ રહેલ કોરોનાનું સંક્રમણ ધીમુ પડ્યુ હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો ધરાવતા દેશોની યાદીમાં ભારત બીજા સ્થાને છે. જોકે ઘણા દિવસોથી ભારતમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 49,881 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે જ ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 80 લાખને પાર કરી ગઈ છે. ભારતમાં કુલ કેસની સંખ્યા વધીને 80,40,203 સુધી પહોંચી ગઈ છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 517 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે ભારતમાં મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 120527 સુધી પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 56480 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને 7315989 સુધી પહોંચી ગયો છે. જ્યારે હાલ દેશભરમાં કોરોના વાયરસના 603687 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યુ છે.