ટાટા મોટર્સે આજે આરંભથી ભારતમાં 40 લાખ (4 મિલિયન) પ્રવાસી વાહનો ઉત્પાદન કરવાની સીમાચિહનરૂપ સિદ્ધિ હાંસલ કરી હોવાની ઘોષણા કરી હતી. કંપનીએ આ સિદ્ધિ શક્ય બનાવનાર ગ્રાહકોને ઉત્તમ પ્રતિસાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આના ઉપલક્ષ્યમાં ટાટા મોટર્સે આ સફળ પ્રવાસ થકી તેના ગ્રાહકોએ આપેલા ટેકાનું સન્માન કરવા માટે વી લવ યુ 4 મિલિયન કેમ્પેઈન રજૂ કરી છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટાટા મોટર્સે ઈન્ડિકા, સિયેરા, સુમો, સફારી અને નેનો જેવાં દંતકથા સમાન વાહનોનું ઉત્પાદન કર્યું છે, જેણે તેના આર્થિક ઉદારીકરણ પશ્ચાત યુગમાં દેશને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ પ્રતીકાત્મક વાહનોએ ભારતીય વાહન ક્ષેત્રમાં શ્રેણીઓમાં અવરોધો પાર કર્યાં છે. ટાટા સફારીના લોન્ચ સાથે કંપનીએ ઉદ્યોગમાં લાઈફસ્ટાઈલ એસયુવીની સંકલ્પનામાં આગેવાની કરીને તેના ગ્રાહકો માટે સૌથી આકાંક્ષાત્મક ફોર- વ્હીલર નિર્માણ કર્યાં છે. શ્રી સુમંત મૂળગાવકરના વારસાના સન્માનમાં ટાટા મોટર્સે ટાટા સુમોમાં સૌપ્રથમ એમપીવી રજૂ કરી છે. ઈન્ડિકા સાથે કંપનીએ પ્રવાસી વાહનોને જે રીતે જોવામાં આવે છે તે ગ્રાહકના પરિપ્રેક્ષ્યને બદલી નાખ્યું છે. એકદમ હાલમાં જ ટાટા મોટર્સે ટિયાગો અને નેક્સોન રજૂ કરીને અનુક્રમે પ્રવેશ સ્તરીય કાર અને કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં નવો દાખલો બેસાડ્યો છે.
આજે તેની નવી ફોરેવર બીએસ6 રેન્જમાં ટિયાગો, ટિગોર, નેક્સોન, હેરિયર અને અલ્ટ્રોઝના સમાવેશ સાથે કંપની બજારમાં સૌથી યુવા અને સુરક્ષિત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. ટાટા મોટર્સ તેના મોડેલ નેક્સોન માટે 5- સ્ટાર ગ્લોબલ એનસીએપી રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ કાર ઉત્પાદક છે. ટાટા મોટર્સ 67 ટકા બજાર હિસ્સા સાથે ભારતની સૌથી વિશાળ ઈવી ઉત્પાદક પણ છે અને ભારતમાં ઈલેક્ટ્રિક વાહન અપનાવવાની દષ્ટિએ આગેવાની લીધી છે. કંપનીએ 2005-06માં પ્રવાસી માટે 10 લાખ ઉત્પાદનનો આંક હાંસલ કર્યો હતો, જે પછી 2015માં 30 લાખ અને આ મહિનામાં 40 લાખ ઉત્પાદનની સિદ્ધિ હાંસલ કરી છે. આ ઐતિહાસિક અવસર વિશે બોલતાં ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ભારતની ઘરની વૃદ્ધિ પામેલી વાહન બ્રાન્ડ તરીકે અમને અમારા પ્રવાસી વાહન સેગમેન્ટ માટે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિએ પહોંચવાની ખુશી છે. આરંભથી ટાટા મોટર્સ એવી પ્રોડક્ટો રજૂ કરવા કટિબદ્ધ છે