દુનિયાભરમાં કોરોના વેક્સિનના નિર્માણ માટેની પ્રક્રિયા ખૂબ જ ઝડપી રીતે આગળ વધી રહી છે. રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો બાદ હવે ભારતમાં પણ એક વેક્સિન ત્રીજા ટ્રાયલમાં પહોંચી છે જેને આ માટેની મંજૂરી પણ મળી ગઈ છે. આ વેક્સિન ભારત બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે, જેને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું સમર્થન મળ્યુ છે. ભારત બાયોટેકે કોવેક્સિનને લઈ મોટી જાહેરાત કરી છે.
ભારત બાયોટેકે આશા વ્યક્ત કરી છે કે તે જૂન 2021 સુધી કોવેક્સિન માટે રેગુરેલટરી અપ્રુવલ માટે એપ્લાય કરશે. કંપનીના જણાવ્યું મુજબ દેશમાં કોરોના વેક્સીનને લઇને જે ટ્રાયલ કરવામાં આવ્યું હતું તેનો ડેટા મેળવવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગશે. ભારત બાયોટેકના એક્સ્ઝીક્યૂટિવ ડાયરેક્ટ સાઇ પ્રસાદે કહ્યું કે કોવેક્સિનનું ફેઝ 1-2 ક્લિનિકલ ટ્રાયલ પૂરું થઇ ચૂક્યું છે અને હવે ટૂંક સમયમાં જ ત્રીજા ચરણનું ટ્રાયલ શરુ થશે.
આ ટ્રાયલ આશરે 25 હજારથી વધુ લોકો પર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કંપની ત્રીજા તબક્કામાં 12થી 14 રાજ્યોમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર પર કોવેક્સિન ટેસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે. સાઈ પ્રસાદે કહ્યું કે કંપનીએ કોરોના વાયરસ રસી પર 400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી મહત્તમ ખર્ચ તેની પરીક્ષણો પર ખર્ચવામાં આવ્યા છે.