ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના કારણે 3 મહિના કરતા પણ લાંબુ લોકડાઉન રહ્યુ. જેને ધીમે ધીમે અનલોકની ગાઈડલાઈન મુજબ હટાવવામાં આવી રહ્યું છે. હજી પણ શાળા-કોલેજો ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં શરુ નથી થઈ. તેમજ આ લોકડાઉનના કારણે વેપાર-ધંધાઓ બંધ રહેતા મોટુ આર્થિક નુકસાન થયુ છે. કોરોનાના કારણે ભારતની આર્થિક ગતિવિધિ ધીમી પડી ગઈ છે અને જીડીપી ગ્રોથ પણ નીચે ગયો છે. ભારત આર્થિક મંદી તરફ ધકેલાઈ રહ્યુ હોવાના પણ અહેવાલ ઘણી એજન્સીએ વ્યક્ત કર્યા છે. જોકે તેવામાં ગુજરાતની રુપાણી સરકાર વડાપ્રધાનના સ્વાગત માટે તાયફામાં લાગી છે.
સરદાર પટેલની જન્મ જ્યંતીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તે પહેલા કેવડિયા વિસ્તારને તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રંગબેરંગી લાઈટોથી સજાવી દેવામાં આવ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં (Statue of Unity) 35થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યુ છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતના માથે જ્યારે 2 લાખ 40 હજાર 652 કરોડનું દેવુ છે. રાજ્ય સહિત દેશ જ્યારે કોરોનાકાળના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે તો કરોડોના ખર્ચા કરી આવા જગમગાટ શા માટે કરવામાં આવી રહ્યા છે.