ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહ દશેરાના તહેવાર પર સિક્કિમની યાત્રા કરી શકે છે. આ દરમિયાન રક્ષા મંત્રી ચીન સાથે જોડાયેલી સરહદ પર તૈનાત સુરક્ષાદળોનું મનોબળ વધારવા માટે દશેરાના પ્રસંગે અહીં શસ્ત્ર પૂજા પણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રક્ષા મંત્રી રાજનાથસિંહ 23-24 ઓક્ટોબરના રોજ સિક્કિમની મુલાકાતે જઈ શકે છે.
આ દરમિયાન તેઓ સરહદ પર હાજર એક યુનિટની શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં રક્ષામંત્રી ભાગ લેશે. તેમજ આ પ્રવાસ દરમિયાન તો રાજ્યમાં ઘણી જગ્યાએ રસ્તા અને પુલનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. આ રસ્તા અને પુલોના માધ્યમથી હવે ભારતીય સેનાને આવગમનમાં વધારે સરળતા રહેશે. તેમજ રક્ષા મંત્રી સરહદની ફોરવર્ડ લોકેશન્સ પર પણ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ માન્યતાઓ પ્રમાણે દશેરાના દિવસે શત્રુ ઉપર વિજય મેળવવા માટે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. ગત વર્ષે રક્ષામંત્રી દશેરાના દિવસે ફ્રાંસની મુલાકાતે હતા જ્યાં તેમણે રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા કરી હતી.