ગુજરાતમાં દારુબંધી તો છે પરંતુ દારુબંધીના નામે દારુની રેલમછેલ જોવા મળી રહી છે. દારુબંધી નામની હોવાની રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અનેક વખત પોતાના નિવેદનમાં કહી ચુક્યા છે અને દારુબંધી મુદ્દે સરકારની ઝાટકણી કાઢી ચુક્યા છે. જોકે તેમ છતાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી કરોડો રુપિયાના દારુની હેરાફેરી થતી જોવા મળી રહી છે.
બુટલેગરો દારુની હેરાફેરી માટે હવે નવા નવા કિમિયા અપનાવતા હોય છે. જોકે, આ કિમિયા ઘણી વખત નિષ્ફળ જતા હોય છે. ત્યારે આવો જ એક પ્રયાસ અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે નિષ્ફળ બનાવ્યો છે.
અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચે બાવળા પાસેથી એલોવેરા જ્યુસ પેકેટની આડમાં દારુની હેરાફેરી ઝડપી પાડી હતી. પોલીસે રુપિયા 29 લાખના દારુ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દારુબંધીને લઈને