વિદ્યાર્થીઓ હવે નવા નિયમો અનુસાર ધોરણ 10ની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (આઈસીઆઈ)ના ફાઉન્ડેશન કોર્સમાં અસ્થાયી ધોરણે પ્રવેશ લઈ શકશે. જોકે, ઉમેદવાર ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી જ તેનો કામચલાઉ પ્રવેશ નિયમિત કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા(ICAI)એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઉન્ડેશન કોર્સ-2020 માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે પ્રવેશ મેળવવાની મંજૂરી આપી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ આ અંગેની સંપૂર્ણ વિગતો icai.org પર તેના વિશે સંપૂર્ણ વિગતો જાણી શકે છે. ICAI દ્વારા રજૂ કરવામાં આવેલી નવી જોગવાઈ હેઠળ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ હવે CA ફાઉન્ડેશન કોર્સ 2020 માટે અરજી કરી શકે છે. આ પહેલાં, ફક્ત તે જ ઉમેદવારો માટે વ્યવસ્થા હતી કે જેમણે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રેગ્યુલેશન્સમાં સુધારો કરવા માટે ભારત સરકારની મંજૂરી મળી છે. જે મુજબ, હવે ધોરણ 10ની પરીક્ષાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ ICAIના ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝનલ નોંધણી કરાવી શકે છે. ICAIએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે નોંધણી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવી જોગવાઈ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવળે. જેથી તેમને CAની પરીક્ષા માટે વધુ સમય મળશે.