સમયની સાથે સાથે લગ્નમાં પણ પ્રી અને પોસ્ટ વેડિંગ ફોટોશૂટનું ચલણ ખૂબ જ વધ્યુ છે. હાલમાં જ કેરળના કપલનું ફોટોશૂટ ખૂબ જ ચર્ચામાં છે. કેરળના ઋષિ કાર્તિકેય અને લક્ષ્મીએ પોતાના ફોટોશૂટમાં કંઈક અલગ કરવાનું વિચાર્યુ. બન્નેના લગ્ન કોરોનાકાળમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ થયા. જોકે બન્ને પોતાના લગ્નના માહોલને ફીકો છોડવા માંગતા નહતા. જેથી બન્નેએ પોસ્ટવેડિંગ ફોટોશૂટ કરાવ્યું અને જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયુ છે.
આજકાલ નવયુગલો જુદી જુદી થીમ પર જુદી જુદી સ્ટાઈલના પોષાક પહેરીને ફોટોશૂટ કરાવતા હોય છે. બધાથી કંઈક હટકે કરવાના ચક્કરમાં કયારેક ફોટોશૂટમાં પણ અભદ્રતા આવી જાય છે. કંઈક આવુ જ કેરળના આ કપલે પણ કરી દીધું.
ઋષિ અને લક્ષ્મી પોતાના ફોટોગ્રાફર મિત્રને લઇને કેરળના ઇડ્ડક્કીના ચાના ખેતરોમાં પહોંચ્યા હતાં. જ્યાં ચાના બગીચામાં આ કપલે સફેદ રંગની ચાદરમાં હોટ ફોટોશુટ કરાવ્યું. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
વાયરલ ફોટોમાં બંને કપલ ચાના બગીચામાં સફેદ રંગની ચાદરમાં બન્ને લપેટાયેલા જોવા મળી રહ્યા છે અને રોમાન્ટિક પોઝ આપતા નજરે પડી રહ્યા છે.