પાકિસ્તાનના કરાચીમાં મસકન ચૌરંગી વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટના અહેવાલથી ભારે દોડધામ મચી જવા પામી છે. મસ્કન ચૌરંગી વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાં આ વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે. વિસ્ફોટમાં અત્યાર સુધી 3થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ થયો છે. કરાચીના મસ્કન ચોરંગીમાં એક બે માળની ઇમારતમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે બિલ્ડિંગના મકાનોને ભારે નુકસાન થયુ છે. વિસ્ફોટના અહેવાલના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
પાકિસ્તાની મીડિયા ડોનના કહેવા મુજબ આ વિસ્ફોટમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ ઇજાગ્રસ્તો અને મૃતકોને પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જોકે, મુબીના ટાઉન પોલીસ એસએચઓએ કહ્યું કે આ સિલિન્ડર બ્લાસ્ટ હોય તેવુ લાગી રહ્યુ છે. જોકે હાલ બોમ્બ સ્ક્વોડની ટુકડી આ મામલાની તપાસમાં લાગી છે.
https://twitter.com/HaniaKh70780189/status/1318796696344809472?s=20