પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેંડ ચેલેન્જ એન્યુઅલ મીટિંગ 2020 કાર્યક્રમને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કોરોના વેક્સિન તેમજ કોરોનાના સંક્રમણ અંગે પણ વાત કરી હતી. ‘ગ્રેન્ડ એન્યુઅલ’ની બેઠકને સંબોધિત કરતાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્રએ મોદીએ કહ્યું કે કોવિડ19 સંક્રમણની વેક્સીન વિકસિત કરવાના મામલામાં આપણે અગ્રિમ મોરચે છીએ અને તે પૈકી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સવા અબજની વસ્તીને વેક્સિન પહોંચાડવા મામલે કહ્યું કે, ભારત પહેલાથી જ એક વેલ એસ્ટાબ્લિસ્ડ વેક્સીન ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે અને ડિજિટલ હેલ્થ આઈડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ અમારા નાગરિકોના વેક્સીનેશનને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. આજે અમારા દૈનિક કેસોની સંખ્યા અને મોતના આંકડામાં ઘટાડો થઈ રહ્યો છે. આવું એટલા માટે થયું કે ભારત શરૂઆતમાં જ લોકડાઉન અપનાવનારા દેશો પૈકીનો એક હતો. તેમજ ભારત જ એક એવો માત્ર દેશ હતો કે જેણે માસ્કના ઉપયોગને પ્રોત્સાહિત કર્યો.