ફ્રોઝન ફૂડ ખાતા લોકો માટે મહત્વના અને સાવધાન થઈ જવાની જરુર છે. એવા રિસર્ચ સામે આવી ચુક્યા છે કે ફ્રોઝન ફૂડથી કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાઈ શકે છે. ત્યારે ચીનના સ્વાસ્થ્ય પ્રશાસને ક્વિંગદાઓ શહેરમાં આયોજિત ફ્રોઝન દરિયાઈ માછલીના પેકેટની બહારની સપાટી પર જીવતો કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટી કરી છે.
ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. સીડીસી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને ફ્રોઝન ફૂડ પેકેજિંગ (પેકેજ્ડ રેફ્રિજરેટેડ ફૂડ) પર સક્રિય કોરોના વાયરસ મળ્યો છે. વિશ્વમાં આ પહેલીવાર છે જ્યારે ફૂડ પેકેટ પર સક્રિય કોરોના વાયરસ મળી આવ્યો છે.
આ અંગેની માહિતી સામે આવ્યા બાદ વહીવટી તંત્રએ લગભગ 1.1 કરોડ નાગરિકોની તપાસ કરી, પરંતુ આવું કોઈ નવું ક્લસ્ટર મળ્યું નથી. જુલાઈમાં ચીનને ઝિંગાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કારણકે પેકેટો અને કન્ટેનરની અંદરના ભાગમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો હતો. સીડીસીએ કહ્યું કે તેને ક્વિંગદાઓમાં આયાત કરેલી કોડ માછલીના પેકની બહાર જીવંત કોરોના વાયરસ મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનામાં આ પ્રકારના એક ડઝનથી નવા વાયરસના મામલા સામે આવ્યા છે. આમાંથી તે સાબિત થયું હતું કે ચેપગ્રસ્ત કોરોના વાયરસના સંપર્કમાં આવીને ચેપ ફેલાય છે. જોકે, નિવેદનમાં કહેવામાં આવ્યું નથી કે આ પેકેટ કયા દેશમાંથી આવ્યા છે