પ્રાણીઓ જ્યારે માણસ સાથે દોસ્તી કરે ત્યારે દિલથી નિભાવે છે તમે એક કરતા વધારે કિસ્સામાં જોયુ હશે કે મિત્રતા કરવામાં પ્રાણીઓ અવ્વલ નંબરે હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ એક્સરસાઇઝ કરી રહ્યો છે. તેને એક્સરસાઇઝ કરવામાં તેનો મિત્ર તેનો પાલતુ ડોગી મદદ કરી રહ્યો છે.
આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 13 સેકન્ડના આ વિડિયોને હોપકિન્સ બીઆરએફસી નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં એક વ્યક્તિ કસરત કરી રહ્યો છે. જોકે આ કસરતમાં તેની મદદ તેનો પાલતુ કુતરો કરી રહ્યો છે. વિડિયો જોઈને એમ લાગે છે કે જાણે આ કુતરો તેનો અંગત જિમ ટ્રેનર હોય.
https://twitter.com/HopkinsBRFC/status/1316768160448684033?s=20
તેના આ વ્યક્તિગત ટ્રેનરની સહાયથી તે વ્યક્તિ સરળતાથી વ્યાયામ કરી શક્યો. આ વીડિયોએ ખરા અર્થમાં દોસ્તીનું સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.