કોરોના વાયરસ ફેલવાની સાથે તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગરમીઓની સાથે વાયરસ સમાપ્ત થઈ જશે. પરંતુ તેમ થયું નથી અને અત્યાર સુધી તેનાથી વિશ્વભરમાં આશરે 11 લાખ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. પરંતુ આ વાયરસ એયરોસોલ પાર્ટિકલ્સ દ્વારા ગરમીમાં ફેલાઈ રહ્યો હતો. હવે સ્નાયુતંત્રથી બહાર આવનાર નાના ડ્રોપ્સ એટલે કે ટીપા દ્વારા તેનો ફેલાવો ઠંડીની સાથે વધી શકે છે.
આ ટીપાના સંપર્કમાં આવવા પર કોરોના વાયરસ ઇન્ફેક્શનનો ખતરો વધવાની આશંકા એક રિસર્ચમાં વ્યક્ત કરવામાં આવી છે. આ અભ્યાસ Nano Letters જર્નલમાં છપાયો છે. આ રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે હાલ સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે જે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે તે પૂરતા નથી.
અભ્યાસમાં ભાગ લેનાર રિસર્ચર યાનયિંગ ઝૂએ કહ્યુ કે, તેમના અભ્યાસમાં મોટાભાગના કેસમાં તે જાણવા મળ્યું કે, ડ્રોપ્સ 6 ફૂટથી વધુ દૂર જઈ શકે છે. આટલું અંતર અમેરિકાના CDC એટલે કે રોગ નિયંત્રણ માટેના કેન્દ્રએ સુરક્ષિત ગણાવ્યું છે. આ ઉપરાંત સ્ટડીના મુખ્ય લેખત લેઈ ઝાઓનુ કહેવુ છે કે આ ટીપા ખુબ નાના છે, સામાન્ય રીતે 10 માઇક્રોનથી પણ નાના. આ કલાકો સુધી હવામાં રહે છે, જેથી શ્વાસ લેવા પર તે વ્યક્તિને ઇન્ફેક્ટ કરી શકે છે.