ગુજરાત સહિત દેશભરમાં વિવિધ પ્રકારે કૌભાંડ આચરવામાં આવતા હોવાના મામલાઓ અવાર નવાર સામે આવતા હોય છે. તેમાંય ખાસ કરીને વિવિધ કંપનીઓના નામે તેમજ બેંકના નામે લોન આપવાની લોભામણી લાલચ આપીને સામાન્ય જનતા સાથે છેતરપીંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. થોડા દિવસો અગાઉ ઓનલાઈન ફાઈનાન્સ કંપની દ્વારા વડોદરાના રહેવાસી વિમલ ત્રિવેદી નામના વ્યક્તિએ ઓનલાઈન ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. જોકે, વિમલભાઈ ત્રિવેદીએ લોન લીધા બાદ ફાઈનાન્સ કંપની દ્વારા તેમને માનસિક ત્રાસ તથા ધાકધમકી આપવામાં આવતી હતી જેનાથી કંટાળી વિમલભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો.
જોકે સમયસર હોસ્પિટલ પહોંચતા સારવાર મળતા તેઓનો જીવ બચી ગયો હતો. ત્યારે આ બનાવને ટાંકીને આવી ફાઈનાન્સ કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા સુરતના બારડોલી ખાતે મામલતદાર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યુ હતું.
ભારતીય હિતરક્ષક પાર્ટી (BHP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે તેમજ અન્ય કાર્યકરો દ્વારા નાયબ મામલતદાર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ભારતભરમાં ઓનલાઈન લોન કરતી વિવિધ ફાઈનાન્સ કંપની દ્વારા સામાન્ય લોકોને નાણાંકીય યોજનાથી લોભાવી લોન આપવામાં આવતી હોય છે. આ લોનની રકમમાંથી 40થી 45 ટકા જેટલી રકમ કાપીને વ્યાજરુપે વસુલવામાં આવે છે. તેમજ લોનધારકને લોનની રકમ ચુકવવા માટે ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે. BHP દ્વારા આપવામાં આવેલ આવેદનમાં કંપનીઓના નામ પણ જણાવવામાં આવ્યા છે જેમાં સ્ટાર લોન, માસ્ટરમેલોન, ગોલ્ડ બાઉલ, ઈગલ લોન જેવી કંપનીઓ સામેલ છે. આ સમગ્ર મામલે બીએચપીના રાષ્ટ્રીય અધ્યક્ષે અમારી ન્યુઝ વેબપોર્ટલ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે…
બાઈટ : સુનિલ સોનવણે, (BHP, રાષ્ટ્રિય અધ્યક્ષ)