બોલીવુડની જાણીતી હસ્તી સલમાન ખાન, શાહરુખ ખાન, આમીર ખાન, કરણ જોહર સહિતના 38 ફિલ્મ મેકર્સોએ ભેગા થઈને બે ચેનલ વિરુધ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉ નામની બન્ને ચેનલો પર ફિલ્મ જગતની છબી બગાડવા જેવા ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. નિર્માતાઓએ કોર્ટને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વિરુદ્ધ કથિત રીતે બેજવાબદારીપૂર્વક અને અપમાનજનક ટિપ્પણી કરવા અથવા પ્રકાશિત કરવાથી રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉને રોકવા માટે અરજી કરી છે.
આ મામલે અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી, રાહુલ શિવશંકર અને નવિકા કુમારના નામ સામે આવ્યા છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજી બોલીવુડના વિરોધમાં બેજવાબદાર અને વાંધાજનક શબ્દોના ઉપયોગને રોકવા માટે કરાઈ છે. આ અરજી શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, આદિત્ય ચોપડા, ફરહાન અખ્તર અને અજય દેવગનની કંપનીઓ સહિત મોટા પ્રોડકશન હાઉસ દ્વારા કરવામાં આવી છે.
આ અરજીની અંદર બોલીવુડના દિગ્ગજ્જો દ્વારા વિવિધ મુદ્દા પર તેમના સભ્યોની મીડીયા ટ્રાયલ રોકવાની માંગ કરી છે. તેમજ ન્યુઝ ચેનલોને પ્રોગ્રામ કોડના સુચનોને ધ્યાનમાં રાખીને વાંધાજનક બાબતોને હટાવવાની પણ માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપુતના મોત બાદ આ ચેનલો દ્વારા બોલીવુડને નિશાના પર લીધુ હતુ અને બોલીવુડમાં નેપોટિઝમ ચાલતુ હોવાનો મુદ્દો ચર્ચામાં લાવવામાં આવ્યો હતો.
આ કંપનીઓએ દાખલ કરી છે અરજી
યશરાજ ફિલ્મ્સ
ધર્મા પ્રોડક્શન્સ
અજય દેવગણ ફિલ્મ્સ
રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ
સલમાન ખાન ફિલ્મ્સ
રિલાયંસ બિગ એન્ટરટેઈનમેન્ટ
વિશાલ ભારદ્વાજ પિક્ચર્સ
ટાઈગર બેબી ડિઝિટલ
રોય કપૂર ફિલ્મ્સ
સોહેલ ખાન પ્રોડક્શન
વિનોદ ચોપડા ફિલ્મ્સ
રીલ લાઈફ પ્રોડક્શન્સ
રોહિત શેટ્ટી પિક્ચર
વન ઈન્ડિયા સ્ટોરીઝ
નડિયાદવાલા ગ્રેંડસન એન્ટરટેઈનમેન્ટ
એક્સેલ એન્ટરટેઈનમેન્ટ