ટેક દિગ્ગજ ગૂગલે ફરી એકવાર મોટું પગલું ભર્યું છે. ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી લગભગ 240થી વધુ મોબાઇલ એપ્સ બ્લોક કરી દીધી છે. આ બધી એપ્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પર કાર્યરત છે. ગૂગલ દ્વારા તેના યુઝર્સને જણાવાયુ છે કે જો આ એપ્સ તમારા ફોનમાં પણ છે તો જલદી ડિલીટ કરી તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખો.
ગૂગલે આ કાર્યવાહી એટલા માટે કરી છે, કારણ કે આ 240 એપ યૂઝરને અલગ-અલગ બિનજરૂરી જાહેરાત દેખાડતી હતી અને ગૂગલના નિયમોનો ભંગ કરી રહી હતી. તેથી ગૂગલે આવી એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી બ્લોક કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે આમાંથી વધુ એપ્સ RAINBOWMIX ગ્રુપની છે. જેમાં જૂની ગેમ્સ સહિત અન્ય છે.
રિપોર્ટ પ્રમાણે આ ગ્રુપના એપ્સની દૈનિક ધોરણે 1.4 કરોડ લોકો સુધી પહોંચ હતી. અને આ પેકર સોફ્ટવેયરના માધ્યમથી દૈનિક ધોરણે 1.5 કરોડ લોકો સુધી અલગ-અલગ પ્રકારની જાહેરાતો પહોંચાડતી હતી. મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રો મુજબ ગૂગલે યુઝર્સને ચેતવણી આપી છે કે પોતાના એન્ડ્રોઇડ ફોનમાંથી RAINBOWMIX ગ્રુપની એપ્સ તાત્કાલિક ધોરણે ડિલીટ કરે. આ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી ગૂગલના નિમયો સાથે ગડબડ કરતું હતું. ત્યારે હવે ગૂગલે મોટી કાર્યવાહી કરી છે.