3 નવેમ્બરે ગુજરાતમાં 8 બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે 8માંથી 7 બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારે મોટાભાગની બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. અબડાસા, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપે અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. જ્યારે મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જેવી કાકડિયા, ગઢડા બેઠક પર આત્મારામ પરમારને ટિકિટ આપી છે. તો કરજણ બેઠક પર અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ અને કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.
ભાજપે 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે લીંબડી બેઠક પર હજી ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથ મહત્વનું છે કે, 8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. જે માટે 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાની શરુઆત થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.