દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 70 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં ભારતમાં નવા 73,272 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 69,79,424 થઈ છે.
જ્યારે 24 કલાકમાં 926 લોકોનાં કોરોનાથી મૃત્યું થતાં દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 1,07,416 થયો છે. આ સાથે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 8,83,185 પર પહોંચી છે. જ્યારે 24 કલાકમાં 82,753 દર્દીની તબિયતમાં સુધારો થયો છે. આ સાથે દેશણાં 59,88,823 દર્દી સાજા થયા છે. મહત્વનું છે કે, કુલ પોઝિટિવ કેસની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબર પર રહ્યું છે. ICMR તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે નવમી ઓક્ટોબરના રોજ દેશમાં કોરોનાના કુલ 11,64,018 સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. આમ, અત્યાર સુધી દેશમાં કુલ 08,57,98,698 સેમ્પલની ચકાસણી કરવામાં આવી છે.