આશરે 100 વર્ષ પછી સંસદ ભવન નવેસરથી બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પર આશરે 865 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. ઘણા મહત્વના પ્રોજેક્ટ ડિઝાઈન કરી ચુકેલા અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે આ નવા સંસદ ભવનની ડિઝાઈન તૈયાર કરી છે. જેને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે.
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. 1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું.
ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. વર્તમાન સંસદ ભવન વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યુ હોવાથી તેમાં હવે રીપેરીંગની જરુર છે. તેમાંય સંસદ હવે તેની મહત્તમ વ્યવસ્થા સુધી પહોંચી ચુક્યા છે. જેને ધ્યાનમાં લઈ નવા સંસદ ભવનનું નિર્માણ કરવુ ખૂબ જ જરુરી બની ગયું છે. મહત્વનું છે કે, ટાટા કંપનીને નવા સંસદભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે.
આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયોની કચેરીઓ હશે.