પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 5.0ની પ્રક્રીયા શરૂ છે. આ અંતર્ગત, 31 ઓક્ટોબર સુધીમાં અનલોક -5 માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. અનલોક 5માં નિયમો હળવા કરવામાં આવતા કોરોનાનું સંક્રમણ પણ વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે 24 કલાકમાં વધુ 78524 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથ જ દેશમાં કુલ કેસનો આંકડો 68,35,656 પર પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં 971 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1,05,526 લોકો મોતને ભેટ્યા છે.
જ્યારે ભારતમાં હાલ 9,02,425 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે. તો બીજીબાજુ દેશમાં 24 કલાકમાં 83011 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ ભારતમાં અત્યાર સુધી 58,27,705 દર્દીઓ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 58 લાખ ઉપર દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. આ સાથે જ દેશમાં રિકવરી રેટ 85.02 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર 1.55 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 8,34,65,975 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.